યાદ આવે છે
યાદ આવે છે
યાદ આવે છે મને મારા લગ્નનું ઘર,
ત્યારે નો'તા આવા ઈવેન્ટ મેનેજર,
બધા પ્રેમથી કામ વહેંચી લેતા,
એ બહાને સૌ સાથે રહી લેતાં,
મામા લાવે મામેરા, કાકા તેડાવે કુટુંબી
પિતા કરે કન્યાદાન, ભાઈ હોમે જવતલ,
વહુને આપે સૌભાગ્ય શણગાર
આશીર્વાદ અખંડ સૌભાગ્યવતી,
દીકરીના ઘરે એક ડર, કેમ ઠેલવી વિદાયની પળ,
દીકરાના ઘરે કંકુ પગલાં, કરે સૌ ફટાકડાનો મેળ,
શુભ પ્રસંગ લગ્નનો, રાહ જોવાય, બાળકના જન્મથી,
ખુબ સ્વપ્ન, આંજી આંખોમાં, નવા પાત્રનો સ્વીકાર હૃદયથી,
બીજે દિ' ચકલી ન ચહેકે, સૂનું થાય પિયરનું ઘર,
જે લગ્નની આટલી કરી તૈયારી, એ હતું લગ્નનું ઘર,
હર્યુભર્યુ થાય દીકરાના લગ્નનું ઘર,
વહુ પિયર જાય ત્યારે સૂનું પડે ઘર.
