લીલું પાન
લીલું પાન
થાય જન્મ બાળકનો, છે ખુશાલીનો પ્રસંગ
માતા-પિતાને મળે જાણે, ફરી શૈશવનો સંગ,
માતા-પિતા ગૂંથે સ્વપ્ન, રોજ બાળકને સંગ,
યુવાન થાય બાળક, મળે જીવનસાથીનો સંગ,
બાળક થઈ યુવાન, વિદેશમાં સ્થાયી થાય,
માતા-પિતા વાત કરી કરી બહુ હરખાય,
બાલ્યાવસ્થા છે કૂંપળ, યુવાવસ્થાને ચડે રંગ,
વૃધ્ધાવસ્થા છે પાનખર, વીતે છે ઈશ્વરને સંગ,
પાનખરે જોયું દંપતીએ, બગીચામાં પીળું પાન,
યાદ આવી ગયું, બાળકની છઠ્ઠીનું લીલું પાન,
નથી બાળક પાસે પોતે કે પોતા પાસે પુત્ર યુવાન,
મરણ સમયે મૂકવા નિજ મુખે તુલસીનું લીલું પાન.