વર્ષાઋતુ
વર્ષાઋતુ
1 min
209
મોર દેડકાનો અવાજ મેઘને બોલાવે
જાણે આપે આપણને સમજ
જોને મનભરીને કેવું ગાતું રે !
ઝરમર ઝરમર વરસાદ
પાણીનું ટીપું પર્ણો પર
જોને મનભરીને કેવું બેસતું રે !
ધોધમાર વરસાદમાં
ભૂલકાંઓને ન્હાવાની મજા
જોને બાળપણ કેવું હસતું રે !
નાનાં મોટાં ખાબોચિયાંમાં
ઠેકડો મારે છપાક
જોને ભૂલકાંઓને કેવું ગમતું રે !
કાગળની હોડી પાણીમાં
તરાવે ખૂબ ઠાઠથી
જોને શૈશવ કેવું રમતું રે !