શિયાળો
શિયાળો
શિયાળામાં ઠંડી વાય
ટાઢથી થથરી જવાય
વસાણા યાદ આવી જાય
આ વાત કદી ન ભૂલાય,
સ્વેટર ટોપી ને સ્કાફ પહેરાય,
વહેલી સવારે તાપણું કરાય,
ગરમ શાલ રોજ સાથે રખાય,
કસરત કરતાં કદી ન ભૂલાય,
શીંગતલની ચીકી ખવાય,
કાળા તલનું કચરિયું ખવાય,
ગોળ મમરાનાં લાડુ ખવાય,
અડદિયા ખાતા કદી ન ભૂલાય,
જામફળ, શેરડી ને ચણીબોર ખવાય,
ખજુર, ખારીશીંગ, રેવડી મોજથી ખવાય,
ગરમ ચાની ચૂસ્કી મિત્રો સાથે પીવાય,
મિત્રોની સંગત કદી ન ભૂલાય,
બાજરીના રોટલા સાથે રીંગણનો ઓળો ખવાય,
ઘીથી લચપચતી ખીચડી સાથે ગરમ કઢી પીવાય,
માખણ ગોળ ને ડુંગળીનો દડો મૂક્કો મારીને ખવાય,
સુખડી ને મેથીપાક કદી ન ભૂલાય.