સ્વામી વિવેકાનંદજી
સ્વામી વિવેકાનંદજી
નાનકડો નરેન્દ્ર ઘડીક બેસી જાય ધ્યાનમાં,
ધ્યાનનું મહત્વ સમજાવે બાળસહજ રમતમાં.
પ્રેમ, સહકાર, મમતા, કરુણા નરેન્દ્રના સ્વભાવમાં,
આજે ઓળખાય છે વિવેકાનંદ નામે આ જગતમાં.
સભા ગજાવી યુવાન વિવેકાનંદે જાપાનના શિકાગોમાં,
સૌને મોહી લીધા ‘ભાઈઓ અને બહેનો‘ સંબોધનમાં.
જ્ઞાન અને આત્મવિશ્વાસનો જાદુ છવાયો વાણીમાં,
થઈ એક મહિલા પ્રભાવિત, નિરખી રહી હર્ષાશ્રુમાં.
એ મહિલાએ કરી માગણી, તમારાથી પુત્ર મળે મને પારણામાં,
વિવેકાનંદ કહે રાહ શા માટે ? હું તમારો પુ
ત્ર આજથી ‘મા‘.
શરમાઈ મહિલા ને સ્વીકાર્યો પુત્ર વિવેકાનંદ સ્વરૂપમાં,
વિવેકાનંદ સ્વામીએ ડંકો વગાડ્યો ભારતનો વિશ્વમાં.
ઊઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જીવનસાર છે આ સૂત્રમાં,
ઓગણચાલીસ વર્ષ પાંચ મહિના અને ચોવીસ દિવસ હતાં આયુષ્યમાં.
ટૂંકુ આયુષ્ય ભોગવી જીવંત બન્યા ઉદાહરણમાં,
આજે પણ ઘરે-ઘરે જીવંત સૌની સ્મૃતિમાં.
ગુરુ રામકૃષ્ણ પરમહંસના ગૌરવવંતા શિષ્ય વિવેકાનંદ થઈ ગયા ભારતમાં,
એ જ આપણા લાડીલા ને બાળકો માટે ઉત્તમ જીવનચરિત્ર નિર્માણમાં.