પાણી ભરે છે
પાણી ભરે છે
ખુલ્લું ફળિયું ને નળિયાવાળું ઘર છે ગામડે,
ત્યાં શહેર પણ પાણી ભરે છે.
તાજુ કઢિયલ દૂધ ને માખણના પીંડા,
ત્યાં ઠંડા પીણાં પાણી ભરે છે.
બાજરાના રોટલા અને રીંગણ ઓળો,
ત્યાં પીઝાના રોટલા પાણી ભરે છે.
લસણની, લીલી તથા આમલી ખજુરની ચટણી,
ત્યાં અવનવાં સોસ પાણી ભરે છે.
અડદિયા સુખડી ને મોહનથાળ,
ત્યાં કેક પેસ્ટ્રી પાણી ભરે છે.
માનવતા લાગણીનો દરિયો વહે ગામડે,
ત્યાં ઔપચારિકતા શહેરની પાણી ભરે છે.