આભારી
આભારી
1 min
147
શબ્દોના સાગર મધ્યે ઊંડે જઈ,
મરજીવો થઈ મોતી વીણી રહ્યો છું,
મોતી તરાશી કલમની ચાંચે હ્રદયની ભીનાશે,
ટેરવાનાં સ્પર્શે ટપકાવી રહ્યો છું,
ટાંકુ છું હું અભિભૂત થઈને,
લાગે સારી તો પાડજો તાળીઓ.
વાહ વાહ જો મળે,
છાતી ફૂલાવી ગદગદ થઈ રહ્યો છું,
હું ઈચ્છુ્ રચનાની સારી શરૂઆત,
મઘ્યાતંર અને અંત,
બાહ્ય પુરસ્કારને શું કરુ હું,
વાંચકોનો આભારી થઈ રહ્યો છું.