આંખો
આંખો
1 min
149
એવા કર્યા તે નયનનાં વાર,
જોડાઈ ગયા છે દિલના તાર,
હું પહોંચી જ ગઈ તને મળવા
હોય પછી આજે ગમે તે વાર,
એ નયનનાં વાર ન ખાલી ગયા,
તારા આવવાના એંધાણ થયા,
દોડીને આવી હું આંગણામાં
ઝરમર ઝરમર ભીંજવી ગયા.