કડવી યાદ
કડવી યાદ


કડવી વીતેલી વાતોને
શું કામ યાદ કરવી ?
દિલમાં વીતેલું દર્દ જોઈને
શું કામ આહ ભરવી ?
વહેતી નદીના નીરની જેમ
વહી જવા દો એ પળોને
જિંદગી નવી રાહ લઈને ઊભી
એને તમે મળોને,
છૂટી ગયેલ દુઃખદ સ્મરણોને
ના તાજા તમે કરોને
નવી ખુશીઓની ક્ષણોને
જીવનમાં તમે ભરોને,
ભૂતકાળને ભૂલી જઈને
આગળ તમે વધોને
ક્યાં કૈં લઈને જવાનું આ સફરમાં
થોડું જતું કરોને.