જીત
જીત
હૈયે રાખજે હામ હોઠે રાખજે સ્મિત,
હારમાં ય નાં હારે, એવી રાખજે પ્રીત,
અંધારા પછી હંમેશા હોય છે પ્રભાત,
એ સદા છે કુદરતની એક અનોખી રીત,
હાર ને પણ તું જીત કર,
જિંદગી સાથે એવી પ્રીત કર,
શું કરવું એ મરજી તારી છે,
હરેક ક્ષણે મળે ખુશી એવી રીત કર.
