કેવી પરીક્ષા આવે ?
કેવી પરીક્ષા આવે ?
રુમઝુમ કરતી છાને પગલે જોને કેવી આવે,
મલપતી ચાલે મલકાતાં રૂપે કેવી પરીક્ષા આવે,
શિશુ રમે મિત્રો સાથે બાળ રમત મજાની,
ત્યાં તો આવી ધીમે ડગલે પરીક્ષા કક્કો ઘૂંટવાની,
મા-બાપ જરા વ્હાલથી બાળ પર હાથ પસારે,
ત્યાં તો એના સ્નેહભીતર કેળવણીની પરીક્ષા ડોકાયે,
જરા મોટા થઈ દોસ્તો સાથે ભટકે,
ત્યાં તો એના માથે પ્રવેશોની પરીક્ષા લટકે,
દુનિયા તારા પ્રેમના કેવા ખુલાસા માંગે,
આ તો દિલની ભીતર છૂપી પરીક્ષા પજવે,
અજંપ ઓગળીને જળ બનીને તડપે,
જોને મન સમરવાની કેવી પરીક્ષા આપે,
તારા સ્પર્શે લજામણી બની રોજ હું શરમાતી,
તું તો સ્નેહની પરીક્ષા લઈ કેવો મલકાતો,
રોજ પરીક્ષા રોજ પરીક્ષા માનવ કેવી આપે,
જિંદગીભર જિંદગીને રોજ એ સમજાવે,
અંતરથી અંતર ઓળખવાની રોજ પરીક્ષા આપો
બળ, કળ, હામ, વિશ્વાસ નિજ જીવનમાં વિકસાવો,
ઈશ્વર સરીખો મિત્ર છે પછી શું મને ડર ?
સત્ય રાહે પાર કરું હું પરીક્ષા બની નિડર.
