STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

જિંદગીની પરીક્ષા

જિંદગીની પરીક્ષા

1 min
113

ક્યારેક એકદમ હસતા કરી મૂકે

ક્યારેક આંખમાં આંસુ ટપકી ઊઠે,

આ તો જીવનની પરીક્ષા, સહેલી કેમ હોય ?


ક્યારેક સગા સંબંધીઓનો વ્હાલ વરસાવે

તો કદીક એ એકલતાના ખૂણે ધકેલી દે

 આ તો જીવનની પરીક્ષા, સહેલી કેમ હોય ?


આ સુંદર સર્જેલી ઈશ્વરની દુનિયામાં

ક્યારેક નિરાશાના વાદળો ઘેરાઈ ચૂકે

આ તો જિંદગીની પરીક્ષા, સહેલી કેમ હોય ?


હોય આશા સ્વપ્ન સાકાર થવાની

એ સ્વપ્ન સાવ તૂટી પડે એવું પણ બને

 આ તો જિંદગીની પરીક્ષા, સહેલી કેમ હોય ?


જેની આંગળીના સહારે જંગ આખો ખેલ્યા

એ આંગળી જ પડી જાય વિખૂટી

આ તો જિંદગીની પરીક્ષા, સહેલી કેમ હોય ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational