સ્વયંને ખુશ રાખવાનું
સ્વયંને ખુશ રાખવાનું
મેં સ્વયંને ખુશ રાખવાનું બીડું ઝડપ્યું છે
અંતરમાં મારા કાંઈક તો એવું મુજને અડક્યું છે,
નાની અમથી દુનિયા મારી હાસ્યના ફૂલોથી મહેકી છે
જીવનમાં કાંઈક પામવાની ચાહત જુઓને કેવી ચહેકી છે,
સઘળા વિષાદો કોરાણે મૂકીને અસ્તિત્વ મારું નિખર્યું છે
જીવનનું મૂલ્ય સમજાતા દુઃખોનું વાદળ વિખર્યું છે,
ના મળે એની પાછળ ખેદ કરવાની મનની જાત છે
મનની અકળામણ છેદી જાણો તો જીવનમાં નિરાંત છે,
ભરતી ઓટ સમ નિયતીના દાવોની આ વાત છે
એના અકળ ભેદને કોઈ ના જાણે એ જ જીવવાની રીતભાત છે.
