સાથે રહે
સાથે રહે
પથ અને પગલાં ચાલમાં સાથે રહે,
જેમ નદી અને કિનારો સાથે રહે,
ઝળહળતી દુનિયા જુએ આંખોથી,
આશ્ચર્ય પ્રગટ થઈ મનમાં સાથે રહે,
કેન્દ્રબિંદુ રહે છે જ હંમેશાં મધ્યમાં,
છતાં ત્રિજ્યા અને પરિઘ સાથે રહે,
એકલા દાણા અટવાતાં ઘંટીની મધ્યે,
છતાં ઘંટીનાં બે પડ હંમેશા સાથે રહે,
ઊંઘમાં આવી સપનાં ઊડે જો પ્રભાતે,
વિચાર તો હંમેશાં મનની સાથે રહે,
જો જન્મ ને મૃત્યુ વચ્ચે જીવન પનપે,
તો શ્વાસોની આવન-જાવન સાથે રહે,
