પરીક્ષા જીવનમાં
પરીક્ષા જીવનમાં
જીવનમાં ડગલે ને પગલે પરીક્ષા લેવાય
પોતાને સાબિત કરવા સૌ કોઈ ચાહે,
તૈયારી હરપળે તું રાખજે માનવ અહીંયા
ક્યારે, કયા રૂપમાં, કોણ પરીક્ષા લઈ જાય,
સમજાય ન મને જીવનના ગણિતના નિયમો
કયું સમીકરણ ક્યારે રચાઈ જાય શું કહેવાય,
જીવનમાં પરીક્ષા તો આવશે ને જશે એ સમજાય,
ના હારવી હિંમત ક્યારેય, સાહસ બધું કરી જાય,
ડગલે ને પગલે હું પરીક્ષા આપીશ, પાસ પણ થઈશ,
મહેનત અને મારી હિંમત કયારે પરીક્ષાથી પાછી નહીં પડે.
