કૃષ્ણા
કૃષ્ણા
કૃષ્ણ મારો કામણગારો, વાંસળીવાળો
તારી કાલીઘેલી બોલી જગતથી નિરાલી,
ગોપીઓનો તું પ્યારો, જશોદા નંદ દુલારો,
તારી લીલા અપરંપાર છે, કેશવ માધવ પ્યારો,
સારથી તું અર્જુનનનો, સુદામાનો મિત્ર તું વ્હાલો,
કુરૂક્ષેત્રના મેદાનમાં શ્રીમદ્ ભગવદગીતાનો જન્મ કરનારો,
દ્રૌપદીનો ભાઈ બનીને લાજ બચાવનારો, કંસના પાપનો સંહાર કરનારો,
કાનુડો તું તો સૌને પ્યારો, રાધાનો શ્યામ મીરાનો ઘનશ્યામ,
તારા પાછળ જગ આખું ઘેલું બન્યું છે
કર્મનો સિદ્ધાંત સમજાવનારો ક્રિષ્ના જગથી નિરાલો.
