જીવન મારું મઝધારમાં
જીવન મારું મઝધારમાં
જીવન મારું મઝધારમાં અટવાયું,
તને ખોઈને જ જીવન મને સમજાયું,
દર્દ આ કેવું થાય છે મઝધારમાં ?
સાથ કોઈનો જ્યારે છૂટે છે એક જ પળમાં,
નથી કિનારો મળતો કે નથી સહારો,
જ્યારે કોઈ આમ છોડે છે મઝધારમાં,
આશા છે, ક્યારેક તો કોઈ કિનારો મળશે,
મઝધારમાં ડૂબેલાને, કોઈ તો તારવનાર મળશે.