વીજળી
વીજળી
વીજળી પડતાં, તિરાડો પડી ગઈ,
યાદોના આવરણની, જાણે ભીત પડી ગઈ.
ચૂપકી સીવી લીધી, એ હોઠોએ જ્યારથી,
વીજળીના ઝાટકાએ,ઘણું સમજાવી દીધું.
સંબંધોની કેવી પરીક્ષા, થઈ જાય છે ક્યારે,
લાગણીના આવરણમાં,બધું લૂટાંય છે જ્યારે.
નપૂછો આ વીજળીના, તાંતણા કેટલું દર્દ આપે,
વેદના પણ ક્યારે, સહન બહાર થઈ જાય છે .
સંબંધોની આડમાં, ક્યારે ખેલખેલાઈ જાય છે,
વીજળી જ ઘણીવાર, બધું ક્હી જાય છે.
