આભાસ છે
આભાસ છે
ડગલે ને પગલે તારો અહેસાસ છે,
તું સાથે નથી પણ તારો આભાસ છે,
આ દુનિયા એક ભૂલભૂલૈયા છે,
જેના કણકણમાં હરિનો વાસ છે,
કોઈ સમજે નહિ કયારે કોઈની પીડા,
પણ પ્રાર્થના પર મને વિશ્વાસ છે,
હાથ છૂટયો, સાથ છૂટયો તારો-મારો,
હર એક પ્રતિબિંબમાં તારો જ ભાસ છે,
કોઈ પૂછે સવાલો મને આમ જો,
હર એક મારા જવાબમાં તારો જ આભાસ છે.
