ગુરુજી
ગુરુજી
તમારા થકી મુજને જ્ઞાન મળ્યું,
ખુદને મારી પહેચાન મળી,
જીવન મારું અંધકારમાં આમ જ હતું,
ગુરુ ના આવવાથી જીવનમાં પ્રકાશ છવાયું
નહતી કોઈ સમજણ મને જીવનમાં,
હાથ મુજ પર મૂકીને જીવન બદલાયું,
દિશાહીન ને તમે દિશા બતાવી, રસ્તો બતાવ્યો
ગુરુ શબ્દથી મને માહિતગાર કરાવ્યું,
સત્કર્મથી, જ્ઞાનથી જીવન બદલાય છે,
ગુરુ ભગવાનથી કમ નથી એ સમજાયું.