STORYMIRROR

Dilipkumar D.Bhatt

Inspirational

4  

Dilipkumar D.Bhatt

Inspirational

શ્રી તપિત

શ્રી તપિત

1 min
370

પિતાજી પૂજ્યતા પામ્યા,

હૃદામાં રામ રાખી'ને;

સહ્યાં છે દર્દને હૈયે,      

ઘણાંએ ઘાવ સાંખી'ને.


શિશુને પોષવા માટે,

સુકાવ્યા દેહ થાકી'ને;

ગણ્યાં ના ઘાવ હૈયાંના,

જમ્યા સૌ'ને જમાડી'ને.


સુખી સંતાનને જોવાં,

રહ્યા તે, રાત જાગી'ને;

વજ્ર શા ગાઢ રાખી'ને,

ઝઝૂમ્યા શાન રાખીને.


ન હાર્યા, હારવા દીધાં,

ચલાવ્યાં માર્ગ કાઢી'ને;

 કરાવી મોજ, મોં માંગી,

હયારી, હામ આપી'ને.


પિતાનાં ઋણ છે મોટાં,

ન આવે પાર ભાખી'ને;

સહુ,મા-બાપનાં ઋણી,

પૂજો સૌ', "પ્રેમ" રાખી'ને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational