વૃત્તિનાં વમળ
વૃત્તિનાં વમળ
વૃત્તિ વહે છે મનમાં, અવર્ણનીય એવી !
કહી કે સહી ના શકશો, પરિસ્થિતિ ય કેવી...
વૃત્તિ વહે છે મનમાં...
નબળાઈ મનની જેવી, શક્તિ રિપુની તેવી !
ઈતિહાસ એ રચાવે, છે નીંદનીય જેવી...
વૃત્તિ વહે છે મનમાં...
વળી કામ, ક્રોધ, લોભે, અનિષ્ટતા છે કેવી;
તન-મનની મોજ ટાળે, દમનીય વૃત્તિ એવી...
વૃત્તિ વહે છે મનમાં...
મત્સર 'ને મોહ, મદ પણ, સર્જે પીડાઓ કેવી;
સુખીને, દુઃખી કરાવે, અવાંછનીય એવી...
વૃત્તિ વહે છે મનમાં...
સદ્ વૃત્તિ, સુખ આપે; પ્રસંશનીય એવી;
સત્ કર્મ સહુ કરાવે, છે ઈશ્વરીય જેવી ...
વૃત્તિ વહે છે મનમાં...
દિલમાં, દયા હશે તે છે ધર્મ મૂળ એવી;
'દિલીપ' ધર્મ કરશે, જીત ઈચ્છનીય જેવી...
વૃત્તિ વહે છે મનમાં.
