STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારી ચાહતની આદત થઈ ગઈ

તારી ચાહતની આદત થઈ ગઈ

1 min
292

સૂરજની સોનેરી કિરણ તારી યાદોનો ખજાનો લઈને આવે,

મારી પહેલી ખુશી બની તું મારા હોઠે મલકે,

મને તો તારી યાદની આદત થઈ ગઈ,


પળ પળ તું ફૂલ બની મહેકે,

હૈયાના આંગણ ને મહેકાવે,

મને તો તારી યાદોની મહેકની આદત થઈ ગઈ,


રંગવિહીન મારા જીવનમાં મેઘધનુષ્યનાં રંગો પૂરી જિંદગીને રંગીન બનાવે છે તું,

મને તો તારા સંગાથની આદત થઈ ગઈ,


મનનાં આંગણમાં મોગરો બની મહેકે તું,

ખુશીઓનો ખજાનો આપે તું,

તારા થકી ધનવાન બનવાની મને આદત થઈ ગઈ,


રોજ રોજ નીત નવી વાતો કરી અઢળક ખુશીઓનો ખજાનો આપે તું,

તારા સંગે દિલની વાતો બયાન કરવાની મને આદત થઈ ગઈ,


તારી ચાહત મારી બીમારીનો ઈલાજ થઈ ગઈ,

મને તો તારી બેશુમાર ચાહતની આદત થઈ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance