STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Romance

4  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Romance

મારા ના થયાં તે ના થયાં

મારા ના થયાં તે ના થયાં

1 min
272

તમને અમે રાખતાં, હાથની હથીલીમાં,

તોય તમે મારા ના થયા તે ના થયા,

અમને હતું કે તમે તો મારા છે,

મારા કહેવું ને બનવું એ સહેલું નથી,


હદયમાં વસાવ્યા તા તમને અમેતો,

હરપલ મારા દિલની દુવાં એક જ હતી,

ખુશ રે મારા સાજન જી,

તોય તમે મારા ના થયા તે ના થયા,


કોને કહું આ દિલના દદૅને,

કોને હું સંભળાવું મારી વ્યથા,

તાર આજ તુટ્યા મારા દિલના

શમણાં સજાવી બેઠી હું તો,


વાલમ તારી સાથે વિતાવેલી યાદોના,

આંખોમાં મારી આજ આંસુંની ધારો,

દુવાઓ માંગી મે તો એના નામની,

માંગ્યા મે તો એમના સથવારા,


હરખ ઘેલી બની હું તો રાચતી શમણાંમાં,

શયન આજ સુના થયા મારા,

એકલતાં આજ તુટી મારી સાથ વાના,

કેમ રે વિતાવું હું આ કાળી અંધારી રાતડી,


આજ થયો અહેસાસ મુજને કે,

મારા ના થયા તે નાજ થયા,

વરસતાં વરસાદની વેદના હું કહું કોને,

ચમકતાં ચમકારા સહું કેમ રે વાલમ,


'રાજ' કહે છે મુજ અબળાને,

મધદરિયે નથી મેલ્યા મે તમને,

સમજ ને મજબૂરી આજ મારી,

પણ શું સમજું આજ તમને હું,


મારા આજ હામ, હેત નથી રહ્યા,

મારી આંખોના નૂર તમે હતાં,

મારા કાજલના કેર તમે હતાં,

મારા શમણાંના સાથી તમે હતાં,


મારા નિતરતાં પ્રેમની પ્યાસ તમે હતાં,

જેમ વિજના ચમકારા ને ગડગડ ગાજ,

જોતી આતુરતાંથી રાહ વષાની ધરા,

તેમ હૈયે હરખ ઘેલી બની હું જોતી રાહ તમારી,

તોય તમે મારા ના થયા તે ના થયા !


Rate this content
Log in

Similar gujarati poem from Romance