વરસતાં વરસાદમાં
વરસતાં વરસાદમાં
પ્રેમ એ એક વરસાદ છે,
વરસાદમાં ભીંજાવાની કેવી મજા,
જાણે કે કોઈ અચાનક મળ્યું,
વિરહ ભાંગતી વર્ષા ઋતુ,
ભિંજાયેલા તન - બદન એના,
કાયા લજામણી ને સોહામણી,
લટે ટપકતાં ઉરના આનંદ,
શર્મિલા નયનોથી જોતી યે તો,
પ્રિયતમ ઘેલી રે વાટડી,
અનહદ ઉર આજ જાગ્યો રે,
મિલન કરી હૈયે હામ સાયબાજી,
આવો ને વરસતા વરસાદમાં,
ભીંજાયેલા તન મન પુકારે,
પાયલ મારી છે આજ લથપથ,
નયનમાં વરસે અંગારા હો "રાજ"
બસ હવે ના જીરવાય સાજનજી,
આવીને વરસતાં વરસાદમાં રે.
