ઉધારનું જીવન
ઉધારનું જીવન
કલરવ કરતાં પંખીઓ,
ને વાયરાની સંગાથ,
પાંખો મળી તો પણ,
ઉધારનું છે આ જીવન,
વસંતના વાયરા,
ને પાનખર સંગાથ,
પાકી ને પડ્યા તોય,
ઉધારની છે પાનખર,
માનવ ચડ્યો ચંદ્રે,
ને ચંદ્રના તેજ સૂરજના,
સૂરજ તપે અગનગોળા,
ઉધારનું છે જીવન માનવ તારું,
નયનનાં બાણ ચલાવે,
ને લાગે સ્વર્ગની અપ્સરા,
રૂપરૂપના અંબાર છતાં,
ઉધારના જીવનની છે કાયા તારી,
આ મારું આ તરૂ,
ને છે બધું આપણું,
કંઈ નથી અહીં કોઈનું,
ઉધારનું છે જીવન આપણું.