તરતી હોડી
તરતી હોડી
ચાલો ચાલો ને રમીએ,
હોડી હોડી (૨)
ચાલો ચાલો, બનાવીએ,
તરતી હોડી (૨)
રંગબેરંગી, કાગળની હોડી,
નાની મોટી, કાગળની હોડી,
વરસે વરસાદ ને,
વાતા રે , વાયરા (૨)
ચાલો ચાલો ને રમીએ,
હોડી હોડી
ચાલો ચાલો, બનાવીએ,
તરતી હોડી (૨)
હસતાં ને રમતાં,નાના બાલુડા,
છબછબ કરતાં,પાણી ઉડારતાં,
સરસર સરતી,જાય મારી હોડી,
ઊંચી નીચી રે, થાય મારી હોડી,
ચાલો ચાલો ને રમીએ,
હોડી હોડી (૨)
ચાલો ચાલો, બનાવીએ,
તરતી હોડી (૨)
