STORYMIRROR

Falguni Rathod

Inspirational Children

4  

Falguni Rathod

Inspirational Children

આગમન

આગમન

1 min
364

મારા ઉદરમાં એક અનોખા પુંજનું,

આમ અચાનક આજ આગમન થયું,

ધાર્યું નોતું વર્ષો પછી ખુશીઓનું અનોખું,

આમ અનેરું આગમન થયું....!


જોતી ઘડીક મારા સ્વજન પરિવારને,

ત્યારે દુ:ખ ભીતર અનહદ થયું,

કરશે મુજ પર પણ ઉપરવાળો ઉપકાર,

મન આમ સદા નિશ્ચિંત થયું...!


કરી જપ તપ ને બાધા આખડીઓ અપાર,

પણ મન સદા નિરાશ થયું,

મળ્યા મને મેણાઓ અપરંપાર,

જિંદગી જીવવાનું જાણે દુષ્કર થયું !


ગૃહમાં રહેતા પરિવાર પણ મુજને સમજવામાં,

આમ હવે પાછળ થયું,

'સૂનો ખોળો ભરી દ્યો મુજનો' એવું અર્ચન,

આંખોમાં રોજેરોજ આવકાર થયું ! 


હું અભાગી બની શિશુતણી ઝંખનામાં,

દેહ તણું ઉર સદા ઘાયલ થયું,

મારા આંગણમાં પણ કિલકિલાટને,

સહજ આવકારું એવું મુજને સાદ થયું !


સૂણી અરજ આ દીનની આપ્યું,

ભવોભવની પ્રસાદ મન કેવું પાવન થયું,

મારા અસ્તિત્વ પર ઉઠ્યા 'તા કેટલાય સવાલ,

એનું સમાધાન જોને આજ થયું !


મુજ ઉદરમાં સ્થાપી અવતરણ તારું,

હર જન્મે માવતર મારું ઉજ્જવળ થયું,

મારા ભવને અજવાળનાર ઉર ભીતરે,

આવકાર તારું રુડું અજોડ થયું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational