બાળગીત
બાળગીત
નાની નાની ચકલીને ઘાઘરાનો શોખ
બની ઠનીને ચાલવાનો રોફ
ખૂણો શોધીને રિસાણે બેઠી,
રાત પડી પણ માળામાં ન આવી
મમ્મી કહે તને શીખવાડે કોણ ?
નાની નાની ચકલીને ઘાઘરાનો શોખ.
દાણા ન ચણે એ તો પાણી ન પીવે
એક બે દાડાથી ભૂખી ભૂખી સુવે !
મમ્મી સમજાવે પણ માને એ કોણ ?
નાની નાની ચકલીને ઘાઘરાનો શોખ.
સવાર પડ્યું ને દરજીડો બોલાવ્યો,
આડું ઉભું એ તો માપ લઈ ને ગયો
રાજી રાજી થઈ ચી ચી ના કરે બોલ
નાની નાની ચકલીને ઘાઘરાનો શોખ....
દરજીડો ઘાઘરો લઈ ને રે આવ્યો,
ચકીબેને પહેરીને ગરબો રે ગાયો
ઘાઘરો પહેરવાનો પૂરો થયો કોડ
નાની નાની ચકલીને ઘાઘરાનો શોખ
બની ઠની ને ચાલવાનો રોફ.