STORYMIRROR

ansh khimatvi

Others Romance

4  

ansh khimatvi

Others Romance

તમારા વિના

તમારા વિના

1 min
424


તમારા વિના ક્યાં મજાઓ રહી છે,

સદાને જ માટે સજાઓ રહી છે.


બનાવી દીધું હોત મંદિર હદયનું,

તમારી મૂરતની વજાઓ રહી છે !


ગઝલ તો લખી લઉ એ કારણ થકી હું,

વ્યથા ગૂંથવાની કલાઓ રહી છે !


નયન તો રડે છે વિચારી વિચારી,

વિયોગી દુઃખોની દશાઓ રહી છે !


મળે જો કદી, એ કેડીએ મને તો,

કહી દઉં હદયમાં જગાઓ રહી છે .


Rate this content
Log in