મારી તસવીર
મારી તસવીર
1 min
6.7K
મારી તસવીર તારા દિલમાં રહેવાની
ભૂલી ભૂલીને શું તું ભૂલવાની...
મારી તસવીર તારા દિલમાં રહેવાની...
સમણા સતાવશે ને હૈયાં ઊભરાશે
કેમ કરી આંસુઓ છુપાવીશ
મારી તસવીર તારા દિલમાં રહેવાની...
દિન ના જાશે તારી રાત વેરાન થાશે,
કેમ કરી મનને તું મનાવીશ
મારી તસવીર તારા દિલમાં રહેવાની...
Advertisement
કટકા હજાર થશે ને દર્દ પીડા થાશે
કેમ કરી જખ્મોને સંભાળીશ
મારી તસવીર તારા દિલમાં રહેવાની...
વરસો વીતશે ને ભલે જિંદગી આ જાશે
સાતે જનમો તને તડપાવીશ
મારી તસવીર તારા દિલમાં રહેવાની...