લીમડાભાઈ
લીમડાભાઈ
લીમડાભાઈ તમે બહુ ગમતા
મીઠી છાયામાં અમે સૌ રમતા
લીમડા ભાઈ તમે લીલા લીલા
લીમડા ભાઈ તમે બહુ ગમતા
બુટ્ટી જેવી લટકતી લીંબોળી
મીઠી મીઠી પીળી લીંબોળી
વાંદરા ભાઈ, જોઈ ઘેલા ઘેલા
લીમડા ભાઈ તમે બહુ ગમતા
તડકામાં તમે છત્રી બનતા
તાવ ભાગે, ઔષધ બનતા
પંખીઓ સૌ કલરવ કરતા
લીમડા ભાઈ તમે બહુ ગમતા
લીમડા ભાઈ તમે બહુ ગમતા
મીઠી છાયામાં અમે સૌ રમતા
લીમડા ભાઈ તમે લીલા લીલા
લીમડા ભાઈ તમે બહુ ગમતા