લાગો જબરા
લાગો જબરા
છોરાઓ તમે નિશાળમાં જાઓ તો
લાગો જબરા,
છોરાઓ તમે ભણવા જાઓ તો
લાગો જબરા.
છોરાઓ તમે પ્રાર્થના કરો તો
લાગો જબરા,
છોરાઓ તમે ભણવા બેસો તો
લાગો જબરા.
છોરાઓ તમે યુનિફોર્મ પહેરો તો
લાગો જબરા,
છોરાઓ તમે વિદ્યા શીખો તો
લાગો જબરા.
છોરાઓ તમે સ્વચ્છતા શીખો તો
લાગો જબરા,
છોરાઓ તમે વિનય શીખો તો
લાગો જબરા.
છોરાઓ તમે નિશાળમાં જાઓ તો
લાગો જબરા,
છોરાઓ તમે ભણવા જાઓ તો
લાગો જબરા.