ગઝલ
ગઝલ
1 min
1.4K
મીટો માંડી એવી કેવી ?
આંખો તારી એવી કેવી !
ચાખી લ્યો રાણાજી મીઠું
આ મહેમાની એવી કેવી !
છોરી જોઈ, ઘેલા ઘેલા,
આ યુવાની એવી કેવી!
મીઠું મીઠું બોલી એવી ,
ભોળી છોરી એવી કેવી!
ચાંદો જોવા બેઠો હું તો,
ગઈ ત્યાં ડોશી એવી કેવી!