STORYMIRROR

Kausumi Nanavati

Children Stories Inspirational

4  

Kausumi Nanavati

Children Stories Inspirational

કેમિકલ લોચા

કેમિકલ લોચા

1 min
478

પંચતત્વોનું સંયોજન છે શરીર આપણું,

જાણો તો રસાયણશાત્રનું લાગે સરનામું,

શ્વાસ વિના છે આ શરીર નકામું,

રાસાયણિક તત્વો વિના પણ શું કામનું?


ચાલો, એ તરફ થોડું ધ્યાન જો દોરું,

રાસાયણશાત્ર સાથેનો સંબંધ સમજાવું,

પાંસઠ ટકા પાણી, સોળ ટકા પ્રમાણ પ્રોટીનનું,

છ ટકા મિનરલ્સ એમાં છે ભળતું તત્વ ત્રીજું,

સોળ ટકા ચરબીથી શરીર બાંધતું તત્વ ચોથું,

એક ટકા કાર્બોહાઇડ્રેટ છે તત્વ પાંચમું,


પંચતત્વને વર્ગીકૃત જો કરું,

૧૧ તત્વોને અલગ તારી કહું,

બાસઠ ટકા ઓક્સિજન, અઢાર ટકા કાર્બનનું,

સાડા નવ ટકા હાઇડ્રોજન છે સાથ નિભાવતું,

૩.૨ % નાઇટ્રોજન, ૧.૨ % ફોસ્ફરસ પણ ખરું,


૦.૪ % જેટલું પોટેશિયમ વળી હાજરી પૂરાવતું,

૦.૨ % જેટલું સલ્ફર,સોડિયમને ક્લોરીનનું,

પ્રમાણ રહે અહીં જળવાળું.

૦.૧ % મેગ્નેશિયમને કેમ કરીને ભૂલવું,

ખૂટે આમાંથી કોઈ એક પણ તો ડૉક્ટર પાસે દોડવાનું,

અન્ય તત્વોનું કામ પણ છે કેવું મજાનું!

શીખ્યા માત્ર ૧ % માં સમાઈ જવાનું.


Rate this content
Log in