STORYMIRROR

Kausumi Nanavati

Inspirational

3  

Kausumi Nanavati

Inspirational

લોકડાઉન

લોકડાઉન

1 min
30

ન જવાય કહી બહાર તો અંદર ટહેલ્યા,

ખોવાયેલી જાતનાં જાણે પારખાં થયાં,


આત્મમંથનમાં એવા તે ગૂંચવાયા,

અનેક સમસ્યાઓનાં સંશય ઉકેલાયા,


મહાભારત રામાયણનાં દિવસો શું આવ્યા !

કે ફરી ફરી શૈશવના સંસ્મરણો શું લાવ્યા.


વ્યસ્તતામાં પરિવારની હૂંફ ગુમાવતા,

આજે સાથે બેસી એકમેકમાં મ્હાલતા,


ભલે છેડી તે જંગ એ કોરોના

સંગાથે સૌ મળી તને હરાવવાનાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational