પરીક્ષા
પરીક્ષા
1 min
69
હે ઈશ્વર !
ભણતરની પરીક્ષામાં એક સિલેબસ રખાય છે
ગણતરની પરીક્ષામાં રોજ સિલેબસ બદલાય છે,
શાળાની લાયબ્રેરીમાં પાના ધૂળ ખાય છે
અહીં તો પુસ્તકનો સ્ટોક ખૂટી જાય છે,
સાત વિષયના ચોપડાનો ભાર ખમાય છે
અહીં એક જ મુદ્દામાં દફ્તર ઉભરાઈ જાય છે,
શાળાની પરીક્ષાના સાત પેપર પૂરા થાય છે
અહીં સાત પેપર સિત્તેર જેવા હોય છે.