ઊડે ઊડે રે..
ઊડે ઊડે રે..
1 min
244
ઊડે ઊડે રે ઊડે રે ઊડે રંગ ઊડે
આજ હૈયે મારે ઉમંગ ઉછળે
એ સરરરરરરરરરર હે.....
ભરી પિચકારી પાણી રંગ ઊડે
ખુશીઓ સંગે સૌ ઝૂમી ઊઠે
હે વ્હાલ ને હેતની છોળો ઊડે
રાધા મોહનની જોડ રંગે રમે
ફાગણનો ફાગ આજ ખીલી ઊઠે
હે રસિયાની રમઝટ આંગણે બોલે.
