વર્કફ્રોમ હોમ
વર્કફ્રોમ હોમ


એક હાથમાં લેપટોપ ને એક હાથમાં લોઢી
વર્કફ્રોમ હોમ કરતી હર સ્ત્રીની છે કહાણી,
ફોનની જ્યાં રીંગ વાગે ત્યાં બીજી કુકરની સીટી
લોટ બાંધતા આંગળી જાણે લેપટોપ પર ફરતી,
હોય રોજ નવી પોલિસી ને રોજ નવી રેસિપી
તેમ છતાં કંઈક સ્વાદ ખૂટે એમાં બનતી જે વાનગી,
એક બાજુ યાદી ઇ-મેઇલની ને બીજી ઘરકામની
બસ, ઑફિસ ને ઘરની રોજ ચાલતી જુગલબંધી..
એક છે સપ્તપદી વચનની બીજી ફાઈલ કોન્ટ્રાક્ટની
જીવનની છે સરગમ તાલમેલથી બનતી સૂરાવલી મીઠી.