મા
મા

1 min

63
મા શબ્દમાં બાળપણ ને સાંભરુ
મોટપની મજા જાણું હું કડવી,
ભૂલો હશે કૈંક મારી તેં ભૂલાવી
ગુસ્સા પછી આંખ હશે તે પલાળી,
હજુ પણ ખરી કમાલ છે તારા પાલવની
સૂરજને હંફાવી છાંયડાની ટાઢક રહેતો ફેલાવી,
છે બ્રહ્માંડ આખું અહીં જ એ વાત મોડી જાણી
સમાય બ્રહ્માંડ આખું એટલી વિશાળ છે તારી જોળી.