જીવન ઉત્સવ
જીવન ઉત્સવ


ભૂલી જવી છે જોઈએ એ વાત યાદ છે
બસ એટલે જ તો આપણી વચ્ચે વિવાદ છે,
છે શું આપણી પાત્રતા એવી કે ?
યોગ્યતા, ક્ષમતા ને પડકારીયે,
મૂલ્ય મારું ને તારૂં આપણે ન જાણીએ
ને તોલીને માપદંડમાં એકમેક ને,
પ્રિય - અપ્રિયતા ને બાજુ પર મૂકીને
ચાલને દોસ્ત, સાથ નિભાવી જગને જીતીએ
હું એ માણસ તું એ માણસ, સમજીએ એકમેક ને
સંબંધની ગાગરને લાગણીથી છલકાવીને
નથી કશું તારું કે નથી કશું મારુ એ
જાણીએ છીએ આપણે બન્ને બખૂબી જે
ચાલને મીટાવી અહંકાર અંતર મને
અલખ નિરંજન બની જીવન ઉત્સવ ઊજવીએ.