મારો શું વાંક
મારો શું વાંક
જન્મે જે આ ધરા પર, એવા વિરલા રે,
પાક્યા રતન, ધન્ય આ ધરા પર રે,
છોડી આવે છે, ઘર સંસાર ને મા- બાપ રે,
જોતી મેહ તણી વાટડી ધણીયાની રે,
આપું હું એમને ખુશીના સમાચાર રે,
જવાન તો ચાલ્યાં રે આતંકવાદ મિટાવવા,
એ ભયાનક ગોળીઓના આવાજો ને,
બિહામણા દ્શ્યો જોઈ, કાળજું કંપી જાય,
લાગી એક ગોળી અચાનક રે વીર,
વીંધી ગઈ છાતી જવાનની રે,
ખૂનમાં લથ પથ થઈ, પડે વીર જવાન રે,
પડતાં આંખો સમી, મા- બાપ ને ધણીયાની રે,
નીકળ્યો જીવ અધૂરા શમણાં લઈને રે,
રંગાયો દેહ, ત્રિરંગાના રંગોમાં રે,
વતન ભણી ચાલ્યા, એ વીર જવાન રે,
જોતી વાટલડી, કહેવું 'તું બનવાના તમે બાપ રે,
નારા ગુંજવા લાગ્યા, ગલી ગલીમાં,
આવી એ ઘડી, વસમી વિદાય તમારી રે,
કહેતા ગયાં, અલવિદા, અલવિદા, અલવિદા,
બીજા જ દિ એ જન્મી, વીર જવાનની પુત્રી,
કહે, બાપુ તમે ક્યાં ? કોણ મારી છત્રછાયા રે,
રમુ હું તો, કોની રે સંગાત બાપુ,
કોણ મારું કહે આજ દીકરી, જવાનની રે,
શું વાંક મારો, બાપુ શું વાંક મારો રે,
શહીદી તમે વહોરી ગયાં, આમ અમને છોડી ગયા,
દીકરી પૂછે આજ, મારો શું વાંક ?
