ભીંજાવું તારામાં
ભીંજાવું તારામાં
લાવને હું ડોકિયું કરી લઉ,
તમારા ઉરની ભિનાશમાં,
જોવું તો હુંક્યાંક તૂટયાં છે,
જણ જણ તાં તાર સાજન !
કેમ રે વિસરસું એકબીજાને,
મન મૂકીને આપણ વરસ્યા,
અમ ઉરને ભીંજવી આમ જશો,
જરા ખોલો બારીજોવું હું,
છે જગા કેટલી ખાલી ઓ વાલમ ?
દુખે છે મને બહુ જ રુએ રુએ,
એક વાત કહું તમને સાંભળો છો ?
કાશ વરસતાં વરસાદમાં હું ને તમે,
ભીંજાયેલા તન મન ને ઉમંગમાં,
હૈયાના હિલોળે ઝુલિયે આપણે
નીતરતાં વાલમના વહાલમાં,
ને આંખોના ઊંડાણમાં ભીંજાવું,
ઉરની ઉર્મિમાં આજ તમને નાવડાવું.
એ ચમકતી વીજ આજ રોકાઈ જા,
મારે જોવા છે એમને મન ભરીને,
હૈ પડતાં ફોરાઓ આજ રોકાતા ના,
આજ ભીંજાવું પ્રીત ઘેલી બનીને.
વા તમે અંગે અંગની સોડમ બનો,
હરખાય મન મારાં બસ ડૂબું આજ,
તારા હેતના દરિયામાં સાજન મારા
