STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

4  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

હતી એક તસવીર

હતી એક તસવીર

1 min
248

હતી એક તસવીર,

મારાં નયનોમાં રે સખી,

પલકોમાં સજાવી હતી મેં,

કાજલ બની રે સખી, 


અંતરના ભીનાશમાં મેં તો,

ભ્રમણા પારી રે સખી,

મોસમ હતી મિલનની,

ભરતી ને ઓટ રે સખી,


કાળજાની કલમે કોતરાણા,

તમે એક ગઝલ રે સખી,

પ્રણયનાં પૂરમાં અમે વહ્યાંં,

પિયા પ્રેમતણા રે સખી,


વહ્યાં વિરહનાં મેહ રે,

ભર ચોમાસે સૂકા રે સખી,

અંગઅંગે ભીંજાયા અમે,

છતાંય અમે પ્યાસા રે સખી,


મંદમંદ વાતા વાયરા રે,

વેદના પ્રસરાવી રે સખી,

હતી એક તસવીર,

મારાં નયનોમાં રે સખી,

પલકોમાં સજાવી હતી મેં,

કાજલ બની રે સખી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama