STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Others

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Others

વાદળ વરસે

વાદળ વરસે

1 min
204

વાદળ વાદળ, વરસે વરસે,

આભ ફાટી, વાદળ વરસે,


ગાજે ગાજે, મેહ ગાજે,

ચમકે ચમકે, વીજ ચમકે,


ટપકે ટપકે, ફોરા ટપકે,

નાચે નાચે, મયુર નાચે,


વાદળ વાદળ, વરસે વરસે,

આભ ફાટી, વાદળ વરસે,


ધરા ધરા, લીલીછમ ધરા,

ચાદર ચાદર,જાણે ઓઢી ધરા,


પર્વત પર્વત, ઝરણાં ઝર ઝર,

સરિતા તારાં,નીર કલ કલ,


વાદળ વાદળ, વરસે વરસે,

આભ ફાટી, વાદળ વરસે,


કોકિલ કોકિલ, ટહુકા તારા,

વન વગડે, મીઠાં બોલ તારા,


હરણાં નાના, કુદે મજાના,

વનરાજા તો, હરખ ઘેલાં,


વાદળ વાદળ, વરસે વરસે,

આભ ફાટી, વાદળ વરસે,


સાત રંગે, મેઘધનુષ્ય આભલે,

સૂરજ દાદા, તમે ક્યાં ખોવાયા,


હરખે હૈયા ને, હરખે મનડા,

જગત તાત, નાચે ધરા પર,


વાદળ વાદળ, વરસે વરસે,

આભ ફાટી, વાદળ વરસે.


Rate this content
Log in