મા તારા હેત
મા તારા હેત
મા તારા હેત જાણે ઈશ્વરની મળી અનમોલ ભેટ
કોઈની ન થઈ શકે તું જ સંગ તુલના એવા છે હેત
મારા જન્મ કાજે નવ માસ કષ્ટ સહે તું મારી મા
મારા જન્મથી તારા ચહેરે જોઈ ખુશી મારી મા
આ તો કેવો સંબંધ આપ્યો છે ઈશ્વરે આપણો
થાય તકલીફ જરા મને રુએ રુદિયો મા તારો
જેને ખોળે અવતાર લેવા ખુદ ઈશ્વર પણ ઝંખે
એવા મહામૂલા હેત આપ્યા છે મા મને તુજને
જો ઘડીભર હું ન દેખાવ તું જ સમીપ મારી મા
પુરું ગામ તું ફરી વળે મુજ શોધમાં મારી મા
