STORYMIRROR

Dimpal M. Gor

Fantasy Children

4  

Dimpal M. Gor

Fantasy Children

કલ્પનાની દુનિયાં

કલ્પનાની દુનિયાં

1 min
257

કલ્પનાની દુનિયાં પણ મારી ખુબ મજાની છે

અંધારી રાતે ઝગમગતા આભલાંની સવારી છે

ચાંદ રિસાય તો તેણેય બેસાડી મારી પડખે છે

અને પહોચે સવારી મારી છેક પરીઓના દેશે


અજબ ગજબની દુનિયામાં અણધાર્યા પરિવેશ

ક્યાંક ભૂલ્યાં રસ્તાઓ ને વળી સામે ઊભો કોઈ વેશ.

હર્ષ-શોક ના તાણાવાણામાં ભૂલ્યાં ભાન અનેક.


નથી દિશતી કોઈ પરી કે પરીઓનો વેશ અહીં

જાણે ભૂલ્યાં અમે કોઈ અજાણ્યું મારગ તહી

છતાં હતું અહીં કોઈ એવું જાણે મુજ ડીલ જેવુ.


હૈયા સરસી ચાંપી મુજને કર્યો વહાલ રિદયે

જાત જાતના પકવાન બનાવી આપે મુજને

ખુબ આળોગ્યા પ્રેમે અને કીધી વાતો બેસીને


જાગ્યા સુરજ આકાશે ખીલ્યાં રંગો તરંગે

ઉપડી મારી સવારી લઈ વિદાય ભીની ઉમંગે

પાસ બેઠી માના ખોળે ફરી વાટ જોઉં તે રાતની


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy