STORYMIRROR

Dimpal M. Gor

Inspirational

3  

Dimpal M. Gor

Inspirational

વિસર્જન

વિસર્જન

1 min
148

એક બીજ કૂંપળ શું ફૂટયું મારું,

મારી માતાના ગર્ભમાં સખી !

થઈ પહેલા તાલાવેલી મુજને જાણવાની,

પછી સહજતાથી થયું મારું વિસર્જન,


નથી આ વાત મારી કે તમારી,

વાત છે આ નારી યુગો યુગોની,

સમયનાં વહેણની સાથે ભૂસાંતું ગયું,

મારા અરમાનોનાં પગલાંઓની છાપ,


અંતે મેં પણ બતાવી મારી અદાકારી,

તે ભૂસાંતાં મારા પગલાંના છાપને,

પવનની વહેતી ડમરીમાં ઓગળાવી,

મારા અસ્તિત્વને આપી નવી ચિનગારી,


લોકનીંદા, મ્હેણાં, ટીકા કે જુલ્મો,

બન્યાં પછી તે મારા પ્રયાસોના અસ્તરો,

ધીમે ધીમે ડગ માંડ્યા મેં ખુબ મક્કમતાથી,

પછી ઊભી રહી નીજ પ્રયાસે બની નારાયણી,


સૃષ્ટિની રચનાનો અધિકાર હતું મારું જ્યાં,

તે જ મારા જીવનનું સુખદ સંયોગ થયો,

અંતે ઊભી છું હું અબલા મટી નારાયણી,

જગ હવે કહેતું ફરતું નારી તું નારાયણી,

 નારી તું નારાયણી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational