લોકડાઉનમાં કાન્હા !
લોકડાઉનમાં કાન્હા !
આજ ના વગાડજે વાંસળી કાન્હા !
કે રાધા છે આજે કવોરેન્ટાઈનમાં..!
યમુનાના તટ છે ગાયો વિહોણા,
ગોપાલક છે આજે લોકડાઉનમાં.
કે રાધા છે આજે કવોરેન્ટાઈનમાં..!
દ્વારકાની સોનાની વાટ છે સૂણી,
વૃંદાવન છે જાણે ઉજ્જડ વન,
કે રાધા છે આજે કવોરેન્ટાઈનમાં..!
વાસુદેવ અને દેવકી છે આઈસોલેશનમાં,
પટરાણીઓ તારી છે વિરહ વેદનામાં.
કે રાધા છે આજે કવોરેન્ટાઈનમાં..!
ભરખી ગયો છે આજે કોરોના જગમાં,
તું શાને મલક મલકે બંધ દરવાજે..
કે રાધા છે આજે કવોરેન્ટાઈનમાં..!
છે તારી વિવિધ લીલાની વાત તો,
હાથમાં લઈ ચક્ર તું આ લીલા સમાપ્ત કર
કે રાધા છે આજે કવોરેન્ટાઈનમાં..!
આજ ના વગાડ જે વાંસળી કાન્હા !
કે રાધા છે આજે કવોરેન્ટાઈનમાં..!
