વર્ષગાંઠ
વર્ષગાંઠ
ચાલ ઉજવીએ આપણે આપણી વર્ષગાંઠ
હૃદયની ગલીઓમાં એક લટાર મારી આવીએ
જ્યાં સચવાયા છે આપણાં પ્રેમની ભીનાશ
માથે સાફો - સુટ પહેરી ખુબ હરખાયો હતો
પણ તને જોઇ નવવધૂ રૂપમાં ખુબ મલકાયો હતો.
સાત ફેરાની સાથે જન્મોજન્મનો સાથ માંગ્યો હતો
પ્રેમબીજના અંકુર પર નવા કુમળા પર્ણ ફૂટ્યાં
તારો સાથ તારી પ્રીત અને તારા સંગાથ વડે
આપણું આ સંસાર બન્યો ઘેરો વટવૃક્ષ સમાન
સહજ રીતે જાણી લેતી મારા દિલની વાત
મારાં સુખ- દુઃખમાં સહિયારો સાથ તારો
એટલે જ તો ઊભી છો મારી પડખે આજ
વર્ષ વીતતો ગયો એક,ચાર ને આજ પચાસ
ચાખ્યા એમાં ય સંસારના નવ રસ નો સ્વાદ
નથી કોઈ ફરીયાદ મારી, તારા હોઠે આજ
મારા જીવનની સઘળી મુડી તારો અનહદ પ્રેમ
કરુ પ્રાથના ઈશ પાસે સલામત રાખજે તે મુડી
તારો સાથ તારો પ્રેમ મારાં જીવનનો અમૂલ્ય ભેટ

